માયા નું મંડાણ માં જોગણી

માયા નું મંડાણ માં જોગણી Mayanu Mandan Maa Jogani Lyrics

માયા નું મંડાણ માં જોગણી ,

જોગણી એ જગ માંડ્યો હો જીરે જીરે …. (૨)
માયા નું મંડાણ માં જોગણી ,

પહેલા તે યુગમાં માતા પાર્વતીજી કહેવાયા ,
શિવ-શંકર ઘરે નારી હો જીરે જીરે …. (૨)
માયા નું મંડાણ માં જોગણી ,

અમરીયા દૈત્ય ને માં તે સંહાર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે …. (૨)
માયા નું મંડાણ માં જોગણી ,

બીજા તે યુગમાં માતા સીતાજી કહેવાયા ,
રામચંદ્ર ઘરે નારી હો જીરે જીરે .. . (૨)
માયા નું મંડાણ માં જોગણી ,

રાજા રાવણ ને માં તે સંહાર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે…. (૨)
માયા નું મંડાણ માં જોગણી ,

માયા નું મંડાણ માં જોગણી ,
ત્રીજા તે યુગમાં માતા દ્રોપદી કહેવાયા ,

પાંચ પાંડવ ઘરે નારી હો જીરે જીરે .. (૨)
માયા નું મંડાણ માં જોગણી ,

રાજા દુર્યોધન ને માં તે સંહાર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે ….. (૨)
માયા નું મંડાણ માં જોગણી ,

ચોથા તે યુગમાં માતા મહાકાળી કહેવાયા ,
પાવાગઢ પ્રગટાણી હો જીરે જોરે .. (૨)
માયા નું મંડાણ માં જોગણી ,

રાજા પતઈ ને માં તે સંહાર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે …. (૨)

માયા નું મંડાણ માં જોગણી ,

TAGGED:
Share This Article
કોઈ ટીપ્પણીઓ નહિ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !!
Exit mobile version